આદ્રા નક્ષત્ર બાદ નિયમિત ચોમાસું શરૂ થયું છે. સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. માત્ર ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો. રહીશોને હાલાકી ભોગવવી પડી હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. પાણીનો વહેલી તકે નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના બારડોલી તાલુકામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. SDRF અને NDRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. વરસાદની આગાહી બાદ ફાયર વિભાગ પણ એલર્ટ મોડ પર છે.