હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટી-20 સીરિઝ 2-1થી જીતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટી20માં ભારતે પ્રવાસી ટીમને 168 રનથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ નિર્ણાયક મેચમાં હાર્દિકે 17 બોલમાં 30 રન બનાવવાની સાથે 16 રનમાં 4 વિકેટ પણ લીધી હતી. T20 સીરીઝમાં હાર્દિક પંડ્યા 'પ્લેયર ઓફ ધ સીરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો તેણે આ સિરીઝમાં 66 રન બનાવ્યા અને 5 વિકેટ પણ લીધી. IPL 2022ની ફાઈનલ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ વિજેતા બન્યું હતું. હાર્દિકે કહ્યું હતું કે, 'મારા જીવન અને કેપ્ટનશિપ વિશે મારો ખૂબ જ સરળ નિયમ છે. જો હું હારી રહ્યો છું, તો હું મારા નિર્ણયોને કારણે હારીશ. એટલા માટે હું હંમેશા તમામ નિર્ણયો જાતે જ લઉં છું અમે આ પ્રેશર મેચોને સરળ બનાવવા માંગીએ છીએ અને આશા રાખીએ છીએ કે અમે મોટા મંચ પર આવું જ કરી શકીશું. તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર