ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. અક્ષર પટેલ વડોદરામાં મંગેતર મેહા પટેલ સાથે લગ્ન કરશે. તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. બુધવારે અક્ષર અને મેહાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આ પ્રસંગે અક્ષરે મેહા પટેલ સાથે ડાન્સ કર્યો હતો. અક્ષર પટેલ અને મેહા પટેલ બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે બંનેના લગ્ન ગુજરાતી રીતિ-રિવાજ મુજબ થશે. અક્ષર-મેહાએ એક વર્ષ પહેલા સગાઈ કરી હતી. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ પ્રોફેશનલ ડાયટિશિયન છે. મેહા પટેલે ભૂતકાળમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અક્ષર પટેલ સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા મેહાએ આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા ડાયટ પ્લાન પણ શેર કર્યા છે. આ સિવાય તે હેલ્ધી ડાયટ સાથે જોડાયેલી માહિતી શેર કરતી રહે છે. મેહા પટેલને પણ ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ છે અને તે ટ્રાવેલિંગ ફોટો શેર કરે છે. અક્ષર પટેલે ગયા વર્ષે તેના જન્મદિવસ પર ગર્લફ્રેન્ડ મેહાને પ્રપોઝ કર્યું હતું. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)