આ સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે. સ્ટેડિયમમાં એક લાખ 32 હજાર લોકો માટે બેઠક વ્યવસ્થા છે.

આ સ્ટેડિયમની વચ્ચે એક પણ પિલર નથી એટલે કે દર્શકોને મેચ જોવામાં કોઈ અડચણ નથી

ચાહકો કોઈપણ સ્ટેન્ડ પર બેસીને સમાન રીતે મેચનો આનંદ માણી શકે છે.

આ સ્ટેડિયમમાં કુલ 11 પિચો છે. આ સાથે આ સ્ટેડિયમમાં બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે

9-9 પિચો પણ છે. અહીં 6 ઇન્ડોર પિચ પણ છે, જ્યાં બેટિંગ માટે બોલિંગ મશીનની પણ સુવિધા છે.

આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ છે. દરેક ડ્રેસિંગ રૂમ સાથે જિમ પણ જોડાયેલ છે

અહીં 76 કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં VIP દર્શકો મેચનો આનંદ માણી શકે છે. આ બધા ફુલ એસી બોક્સ છે અને દરેકમાં 25 સીટ છે.

અહીંની ડ્રેનેજ સિસ્ટમ એકદમ આધુનિક છે. સામાન્ય રીતે વરસાદ પછી રમતને લાંબા સમય સુધી રોકવી પડે છે

પરંતુ આ સ્ટેડિયમમાં ડ્રેનેજ સિસ્ટમ એવી છે કે આખું મેદાન માત્ર 30 મિનિટમાં સુકાઈ જાય છે.

આ સ્ટેડિયમમાં એલઈડી લાઈટો લગાવવામાં આવી છે, એટલે કે રાત્રે અહીં રમાતી મેચોમાં ખેલાડીઓનો પડછાયો નથી પડતો.

તમામ તસવીર સૌજન્યઃ ગૂગલ