ટીમ ઈન્ડિયાની સ્ટાર ખેલાડી હરલીન દેઓલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હરલીન સુંદરતાના મામલે બોલિવૂડની અભિનેત્રીનીને પણ ટક્કર મારે એવી છે. હરલીન દેઓલ ચંદીગઢ, પંજાબની રહેવાસી છે. હરલીન દેઓલે 12 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. હરલીન દેઓલ ચંદીગઢની પ્રથમ ક્રિકેટર છે જેણે ભારત માટે ક્રિકેટ રમી છે. તે જમણા હાથનો બેટ્સમેન હોવાની સાથે જમણા હાથનો લેગ સ્પિનર પણ છે. તેણે વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે ડેબ્યુ કર્યું હતું. હરલીન દેઓલે 4 માર્ચ 2019ના રોજ ઈંગ્લેન્ડ સામે તેની T20 કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 14 લાખથી વધુ ફોલોઅર્સ છે.