બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. બચ્ચન પરિવારની વહુ અને જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની એક્ટિંગની સાથે સાથે સુંદરતા માટે પણ જાણીતી છે. વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. 1 નવેમ્બર 1973ના રોજ કર્ણાટકના મેંગલોરમાં જન્મેલી ઐશ્વર્યા રાયે 1997માં મણિરત્નમની ફિલ્મ 'ઈરુવર'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. 1999માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમથી બોલિવૂડમાં સફળતા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યા રાયની નેટવર્થની વાત કરીએ તો તે લગભગ 775 કરોડની માલિક છે. ઐશ એક ફિલ્મ દીઠ 10 થી 12 કરોડ રૂપિયા લે છે. અભિનેત્રી હોવા ઉપરાંત ઐશ્વર્યા એક બિઝનેસવુમન પણ છે. તે પોષણ આધારિત હેલ્થકેર સ્ટાર્ટઅપમાં રોકાણકાર પણ છે ઐશ્વર્યા રાયે 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. અભિષેક અને ઐશ્વર્યા એક પુત્રી આરાધ્યાના માતા-પિતા છે. ઐશ્વર્યા પાસે લક્ઝુરિયર કાર્સનું પણ શાનદાર કલેકશન છે. તે હાલ પરિવાર સાથે જલસા બંગલોમાં રહે છે, જેની કિંમત આશરે 112 કરોડ રૂપિયા છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ