26 વર્ષની રેણુકા સિંહ છેલ્લા વર્ષમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી સ્ટાર બનીને ઉભરી છે ભારતીય ટીમની સ્ટાર ફાસ્ટ બોલર રેણુકા સિંહને ICC દ્વારા મહિલાઓમાં વર્ષ 2022 માટે ઇમર્જિંગ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવી છે ગયા વર્ષે રેણુકાએ 29 મેચમાં 40 વિકેટ લીધી હતી જેમાં ODI અને T20નો સમાવેશ થાય છે રેણુકા હિમાચલ પ્રદેશની રહેવાસી છે. રેણુકાએ વનડેમાં 14.88ની એવરેજથી 18 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 4.62 હતો. રેણુકાએ ટી-20માં 23.95ની એવરેજથી 22 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 6.50 હતો વર્ષ 2022માં રેણુકાએ પોતાની સ્વિંગથી વિરોધી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા. બોલને બહાર અને અંદર બંને સ્વિંગ કરવામાં સક્ષમ રેણુકા હાલ ભારતની સૌથી ભરોસાપાત્ર બોલર તરીકે ઉભરી આવી છે. રેણુકાએ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામેની સાત T20 મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેના સ્વિંગથી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ચોંકાવી દીધા હતા. તમામ તસવીર સૌજન્યઃ renuka2196 ઈન્સ્ટાગ્રામ