વાસ્તુશાસ્ત્ર અનુસાર, બેડરૂમમાં રાખેલી આ ચીજવસ્તુઓ ઘરમાં ઝઘડાનું કારણ બની શકે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરની તમામ વસ્તુઓને યોગ્ય દિશા અને જગ્યા પર રાખવી જોઇએ. ચીજવસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે પરંતુ ઘરમાં એવી ચીજવસ્તુઓ હોય છે જેની આપણા જીવન પર નકારાત્મક અસર પડે છે ખાસ કરીને બેડરૂમમાં રાખવામાં આવેલી ચીજોની આપણી લાઇફને પ્રભાવિત કરે છે જેના કારણે બેડરૂમમાં આ પ્રકારની ચીજવસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી આપણે અહી જાણીએ કે કઇ ચીજોને બેડરૂમમાં ના રાખવી જોઇએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડની નીચે ચંપલ ના રાખવા જોઇએ કારણ કે તેનાથી નેગેટિવિટી વધે છે ક્યારેય એઠા વાસણો ના રાખવા જોઇએ કે કારણ કે તેનાથી ખરાબ સપનાઓ આવે છે માથાની નીચે ક્યારેય પુસ્તકો ના રાખવા જોઇએ