ઉત્તરાખંડમાં આવેલા જાણીતા મંદિરને લઈ કહેવાય છે કે અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતી વિવાહના બંધનમાં બંધાયા હતા અહીંયા દૂર દૂરથી કપલ લગ્ન કરવા માટે આવે છે જેનાથી તેમનો પ્રેમ પણ શિવજી અને માતા ગૌરી જેવો થતી હોવાની માન્યતા છે ઉત્તરાખંડના રૂદ્ર પ્રયાગ જિલ્લા સ્થિત પવિત્ર ત્રિયુગીનારાયણ મંદિરને લઈ કહેવાય છે કે આ તે જ સ્થાન છે જ્યાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા મંદિરની બહાર એક હોલમાં હવનકુંડમાં સતત અગ્નિ પ્રગટતી રહે છે મંદિરના પુજારીઓ અનુસાર, આ એ અગ્નિ છે જેના ફેરા લઈને શિવ-પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા આ કારણે આ સ્થાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે