બોલિવૂડ ફિલ્મ ‘સ્ત્રી’ને આ એક્ટરે રિજેક્ટ કરી દીધી હતી પરંતુ હવે તેનો અફસોસ થઇ રહ્યો છે રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી’ વર્ષ 2018માં રીલિઝ થઇ હતી અને હિટ રહી હતી રાજકુમાર રાવ અગાઉ વિક્કી કૌશલને આ ફિલ્મ ઓફર થઇ હતી વિક્કી કૌશલે ફિલ્મ ‘મનમર્ઝિયા’ માટે ફિલ્મ ‘સ્ત્રી’ને રિજેક્ટ કરી હતી વોગ બીએફએફના ઇન્ટરવ્યૂમાં વિક્કીએ એ ફિલ્મનું નામ બોલવાનું કહેવામાં આવ્યું હતું... જેને રિજેક્ટ કર્યા બાદમાં તેને અફસોસ થયો હતો તેણે કહ્યું કે ફિલ્મ ‘સ્ત્રી’. તે ફિલ્મ ‘મનમર્ઝિયા’ કરી રહ્યો હતો જેના કારણે ફિલ્મ રિજેક્ટ કરી હતી આ ફિલ્મમાં વિક્કીના લૂક અને એક્ટિંગની પ્રશંસા થઇ હતી પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી શકી નહીં રાજકુમાર રાવ માટે ફિલ્મ ‘સ્ત્રી’ ગેમચેન્જર સાબિત થઇ હતી