વિશ્વમાં અમીર બનવાની સૌની ઈચ્છા હોય છે પરંતુ રોકાણ અંગે પૂછવા પર મોટા ભાગના લોકો કહે છે કે

સેલેરી ઓછી છે, તેથી સેવિંગ નથી કરી શકતા. રોકાણ કરવા માટે પૈસાથી વધારે મજબૂત ઈચ્છાશક્તિની જરૂર હોય છે

સૌથી પહેલા તો પોતાના ખર્ચાને કંટ્રોલ કરો અને રોકાણ શરૂ કરો

રોકાણ કરતાં પહેલા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો. તેનાથી રોકાણ ક્યાં અને કઈ સ્કીમમાં કરવું તેની ખબર પડશે

21 વર્ષની વયથી દર મહિને 10 હજારની SIP કરશો તો 42 વર્ષની વય સુધીમાં કરોડતિ બની જશો જ્યારે આ માટે માત્ર 25 લાખ રૂપિયા જ રોકાણ કર્યા હોય છે

15 વર્ષ માટે 15 ટકા વાર્ષિક વ્યાજ પર દર મહિને 15 હજાર રોકાણ કરો તો કુલ રોકાણ 27 લાખ રૂપિયા અને તેનાથી મળનારી રકમ 1 કરોડ 27 લાખ રૂપિયાથી વધારે હશે

15 હજાર રૂપિયા 30 વર્ષ માટે રોકાણ કરો તો 10 કરોડથી વધારે ફંડ બનશે અને તેમાં તમારું રોકાણ માત્ર 54 લાખ રૂપિયા હશે

રિટર્નનો આંકડો વધી કે ઘટી શકે છે કારણકે તે બજારના ટ્રેન્ડ પર નિર્ભર હોય છે. કેટલાક ફંડ્સે 20 ટકા સુધી રિટર્ન આપ્યું છે અને લોકોને કરોડપતિ બનાવ્યા છે

મ્યુચ્યુઅલ ફંડમાં કંપાઉન્ડ રિટર્ન મળીને નાનું રોકાણ પણ લોંગ ટર્મમાં મોટું ફંડ બની જાય છે તેથી જરૂરી છે કે તમે શક્ય તેટલી વહેલી SIP શરૂ કરો અને લોંગ ટર્મ સુધી તેને જાળવી રાખો

SIP દ્વારા દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં 500 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો સતત રિટર્નથી લાખો-કરોડોનું ફંડ બની શકે છે