ભારતમાં હવે લગભગ તમામ કામ અને ખરીદીઓ ઓનલાઈન પેમેન્ટથી કરી શકાય છે.



પરંતુ હજુ પણ ઘણા કામો માટે રોકડની જરૂર પડે છે.



તમે તમારા આધાર કાર્ડથી પણ રોકડ ઉપાડી શકો છો.



હવે જો તમારે પૈસા ઉપાડવા હોય તો તમારે બેન્ક કે એટીએમમાં જવાની જરૂર નથી.



જો તમે ઈચ્છો તો તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને પણ પૈસા ઉપાડી શકો છો.



પરંતુ આ માટે જરૂરી છે કે તમારું આધાર કાર્ડ તમારા બેન્ક એકાઉન્ટ્સ સાથે લિંક હોય તો જ તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકશો.



નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડમાંથી પૈસા ઉપાડવા માટે Aadhaar Enabled Payment System (AEPS) શરૂ કરી છે.



જેની મદદથી તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને તમારી ફિંગરપ્રિન્ટ લગાવીને કોઈપણ માઇક્રો એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.



આધાર કાર્ડમાંથી પૈસા ઉપાડવા માટે અલગ-અલગ બેન્કોએ અલગ-અલગ લિમિટ નક્કી કરી છે.



કેટલીક બેન્કોમાં આ મર્યાદા 10 હજાર રૂપિયા છે. તો કેટલીક બેન્કોમાં આ મર્યાદા 50 હજાર રૂપિયા છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો