અનંત અંબાણી 12 જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે આ પહેલા તેમના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે 5મી જુલાઈએ તેમની સંગીત નાઈટ યોજાઈ હતી. જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પરંપરાગત વૈદિક હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે. અનંત અને રાધિકા એક ગુજરાતી પરિવારના છે તેથી તેમના લગ્નની તમામ વિધિઓ પણ ગુજરાતી પરંપરાઓ અને રીત-રિવાજો અનુસાર થશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ કાર્ડ મુજબ કપલના લગ્નના મુખ્ય ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. 12 જુલાઈએ અનંત-રાધિકા મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં સાત ફેરા લેશે. 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદનું આયોજન કરવામાં આવશે 14મી જુલાઈએ ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.