જો તમારે યુપીઆઇથી પેમેન્ટ કરવાનું છે પણ ઇન્ટરનેટ નથી તો ચિંતા કરવાની જરૂર નથી



પેમેન્ટ કરવા માટે તમારે ઈન્ટરનેટ કે વાઈફાઈની જરૂર નહીં પડે.



તમારા ફોનમાં આ સેટિંગ્સ કરીને તમે ઇન્ટરનેટ વિના તમારી પેમેન્ટ કરી શકશો.



આ માટે તમારે ફક્ત *99# ડાયલ કરવાનું રહેશે.



આ પછી તમે ઇન્ટરનેટ વિના આરામથી ટ્રાન્જેક્શન કરી શકો છો.



તમારા સ્માર્ટફોન પર તમારા બેન્ક ખાતા સાથે લિંક કરેલ નંબર પરથી *99# ડાયલ કરો.



આ પછી તમે જે UPI ID પર પૈસા મોકલવા માંગો છો તેની વિગતો દાખલ કરો.



આ કર્યા પછી UPI પિન દાખલ કરો અને કન્ટીન્યૂ રાખો.



પિન વેરિફિકેશન પછી તમે તમારું પેમેન્ટ કરી શકશો.



ધ્યાનમાં રાખો કે આના દ્વારા તમે માત્ર 5000 રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.