તાજેતરમાં પીએમ મોદીએ દેશની મહિલાઓ માટે LIC વીમા સખી યોજના યોજના શરૂ કરી હતી સરકારની આ યોજના મહિલાઓને ખૂબ જ પસંદ આવી રહી છે.એક મહિનામાં આ માટે 50 હજાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે આ અંતર્ગત 10 પાસ કરનાર દરેક મહિલાને મહિને 7000 રૂપિયા પગાર અને કમિશન મળે છે LIC એ જણાવ્યું હતું કે યોજના શરૂ થયાના એક મહિના પછી બીમા સખી માટે કુલ રજિસ્ટ્રેશનનો આંકડો 52,511 પર પહોંચી ગયો છે. આમાંથી, 27,695 બીમા સખીઓને પોલિસી વેચવા માટે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે 14,583 બીમા સખીઓએ પોલિસી વેચવાનું શરૂ કરી દીધું છે. આ યોજના મુજબ, દરેક બીમા સખીને પ્રથમ વર્ષે દર મહિને ૭,૦૦૦ રૂપિયા, બીજા વર્ષે ૬,૦૦૦ અને ત્રીજા વર્ષે ૫,૦૦૦ માનદ વેતન આપવામાં આવશે. વધુમાં મહિલા એજન્ટો તેમની વીમા પૉલિસીના આધારે કમિશન મેળવી શકે છે. LIC આગામી ત્રણ વર્ષમાં બે લાખ બીમા સખીઓની નિમણૂક કરવાનું લક્ષ્ય રાખે છે. ૧૮ થી ૭૦ વર્ષની વયની મહિલાઓ કે જેમણે ધોરણ ૧૦ પાસ કર્યું છે તેઓ અરજી કરવા પાત્ર છે.