જો તમે હજી સુધી તમારું આધાર અપડેટ કર્યું નથી તો ફટાફટ કરી લો. કારણ કે અત્યારે આ કામ બિલકુલ ફ્રીમાં કરવામાં આવી રહ્યું છે UIDAIએ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 રાખી છે 10 વર્ષથી વધુ સમય પહેલા બનાવવામાં આવેલા આધારને અપડેટ કરવાની સલાહ અપાઇ છે આધાર અપડેટ કરવા માટે વેબસાઇટ https://uidai.gov.in/ પર લોગ ઇન કરો. હવે હોમપેજ પર દેખાતા માય આધાર પોર્ટલ પર જાઓ. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP નો ઉપયોગ કરીને અહીં લોગિન કરો. જો ડેમોગ્રાફીક જાણકારી ખોટી જણાય તો ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ઓળખ દસ્તાવેજ પસંદ કરો. પછી દસ્તાવેજ અપલોડ કરો. આ દસ્તાવેજ JPEG, PNG અને PDF સ્વરૂપે અપલોડ કરી શકાય છે. જો તમે બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માંગો છો. પછી આ માટે તમારે આધાર સેન્ટર જવું પડશે.