ઓનલાઈન પેમેન્ટની વાત કરીએ તો UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે.



ભારતમાં ડિજિટલ ચુકવણીના ઝડપી વિસ્તરણમાં UPIની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.



આજે શહેરોથી ગામડાઓ સુધીના લોકો UPIનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે.



ક્યારેક નબળા નેટવર્કને કારણે UPIથી પેમેન્ટ કરવું મુશ્કેલ બની જાય છે



આજે અમે તમને UPI પેમેન્ટ ઓફલાઇન કેવી રીતે કરવું તે વિશે માહિતી આપી રહ્યા છીએ.



સૌ પ્રથમ તમારે તમારા મોબાઇલ પરથી *99# ડાયલ કરવાનું રહેશે.



આ પછી તમારે તમારી પસંદગીની ભાષા પસંદ કરવાની રહેશે.



મેનુમાંથી તમારે સેન્ડ મની વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.



ચુકવણી કરવા માટે તમારી પાસે UPI ID, મોબાઇલ નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર પસંદ કરવાનો વિકલ્પ હશે.



હવે તમારે રીસીવરની વિગતો અને રકમ દાખલ કરવી પડશે. તમારો UPI પિન દાખલ કરો અને પેમેન્ટની પુષ્ટી કરો.



હાલમાં તમે ઑફલાઇન UPI દ્વારા 5000 રૂપિયા સુધીની ચુકવણી કરી શકો છો.