સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના કલ્યાણ માટેની સરકારની યોજના છે તેમાં માતા પિતાએ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં જઇને ફોર્મ ભરવાનું હોય છે. આવો જાણીએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ ઓપન કરવા શું કરવું પડે છે બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ લેવાનું રહેશે ફોર્મમાં જરૂરી જાણકારી ભરો અને ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજ આપો. આ ફોર્મમાં દીકરીઓના માતા પિતાએ પોતાની જાણકારી આપવી પડશે આ યોજના માટે તમે ફક્ત 250 રૂપિયામાં એકાઉન્ટ ઓપન કરાવી શકો છો એકાઉન્ટમાં જમા રાશિ પર 8.2 ટકા સુધી વાર્ષિક વ્યાજ મળી શકે છે આ યોજના ફક્ત 10 વર્ષની બાળકીઓ માટે છે. એક પરિવારની બે દીકરીઓનું સુકન્યા એકાઉન્ટ ઓપન થઇ શકે છે