અનન્યા બિરલા અબજોપતિ કુમાર મંગલમ બિરલાની સૌથી મોટી સંતાન છે.

તાજેતરમાં તેમના આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ લિમિટેડના ડિરેક્ટર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

અનન્યા બિરલા એક ગાયિકા, ગીતકાર અને બિઝનેસવુમન છે.

તેણે 2016માં તેનું ડેબ્યુ ગીત રિલીઝ કર્યું હતું.

અનન્યાએ મુંબઈની અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે.

તેમણે ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો હતો.

અનન્યા બિરલા સ્વતંત્ર માઇક્રોફિનના સ્થાપક છે.

તે Ikai Asaiના સ્થાપક અને Mpowerના સહ-સ્થાપક પણ છે.

અનન્યાએ યંગ બિઝનેસ પર્સન માટે ET Panache Trendsetters of 2016 એવોર્ડ જીત્યો છે.