28 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા રતન ટાટાનું અંગત જીવન ઉથલપાથલથી ભરેલું હતું રતન ટાટાએ 8મા ધોરણ સુધી મુંબઈના કૈંપિયન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ મુંબઈની જ કૈથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાં થોડા વર્ષો ભણ્યા. આ પછી રતન ટાટા ઉચ્ચ અભ્યાસ માટે શિમલાની બિષપ કોટન સ્કૂલમાં દાખલ થયા. અહીંયાથી રતન ટાટાની વિદેશ સફર શરૂ થઈ તેમણે ન્યૂયોર્ક સિટીની રિવરડેલ કન્ટ્રી સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યુ ન્યૂયોર્કની કોર્નેલ યુનિવર્સિટીથી તેમણે આર્કિટેક્ચરની ડિગ્રી લીધી જે બાદ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી 7 સપ્તાહનો એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામ પૂરો કર્યો કોલેજના દિવસોમાં રતન ટાટાને જહાજ ઉડાડવાનો ખૂબ શોખ હતો રતન ટાટા