હિન્દુ ધર્મમાં પ્રકૃતિ સાથે જોડાયેલી દરેક ચીજને દેવી-દેવતાઓનું રૂપ માનવામાં આવ્યું છે. જેમકે અલગ અલગ વૃક્ષ-છોડમાં ભગવાન વાસ કરે છે

તેથી તેમની પૂજા અવશ્ય કરવી જોઈએ, જેનાથી તમામ દેવી-દેવતાની કૃપા બની રહે છે

આવો જાણીએ કયા કયા વૃક્ષ-છોડની પૂજા કરવી જોઈએ

આંબળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે, તેથી આ વૃક્ષની પૂજા કરવાથી વિષ્ણુની કૃપા બની રહે છે

તુલસીના છોડમાં માતા લક્ષ્મી વાસ કરે છે, તેથી આ છોડની સામે દરરોજ દીવો કરો, ઘરમાં સમૃદ્ધિ વધશે

બિલીના વૃક્ષમાં ભગવાન શિવનો વાસ હોય છે, જો આ વૃક્ષની પૂજા કરો તો શિવજી તમામ મનોકામના પૂર્ણ કરે છે

કદંબના વૃક્ષની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં ખુશાલી આવે છે

પીપળાના વૃક્ષની પૂજાથી શનિદેવની સાડાસાતીથી મુક્તિ મળે છે

લીમડાના વૃક્ષની પૂજા કરવાથી માતા દુર્ગાની કૃપા બની રહે છે, જેનાથી દુખોનો નાશ થાય છે

હિન્દુ ધર્મમાં પ્રકૃતિ સાથે જોડાયેલી દરેક ચીજને દેવી-દેવતાઓનું રૂપ માનવામાં આવ્યું છે