રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચુકી છે પરંતુ રામ મંદિરનું પૂર્ણ નિર્માણ હજુ બાકી છે રામ મંદિરના નિર્માણ માટે દેશભરના લોકોએ ફાળો આપ્યો છે આવો જાણીએ રામ મંદિર નિર્માણ માટે સૌથી વધુ કોણે દાન આપ્યું છે રામ મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં સૌથી વધુ દાન જાણીતા કથાકાર મોરારીબાપુએ આપ્યું છે મોરારીબાપુએ ખુલ 18.60 કરોડ દાન આપ્યું છે આ દાન મોરારીબાપુએ અલગ અલગ દેશોના રામભક્તો પાસેથી ફાળો એકત્ર કરીને ભેગું કર્યુ હતું