8 નવેમ્બરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ થશે. 8 નવેમ્બરે સવારે 5.53 મિનિટથી સુતક લાગી જશે. સાંજે 5.53 મિનિટ ગ્રહણ દેખાશે અને 6.19 મિનિટે પૂરું થશે. ચંદ્ર ગ્રહણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં થશે. આ નક્ષત્ર અને રાશિમાં જન્મેલા લોકોએ સાવધાન રહેવું પડશે. મેષ રાશિમાં વર્ષનું અંતિમ ગ્રહણ થઈ રહ્યું છે. ધનની હાનિ થઈ શકે છે. સિંહ રાશિના જાતકોને ગ્રહણના કારણે સ્વાસ્થ્ય સંબંધિક કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તુલા રાશિના જાતકો બિઝનેસમાં ઉતાવળમાં કોઈ ડીલ ફાઈનલ ન કરે. મકર રાશિવાળા ગ્રહણના સમયે ભગવાન શિવની પુજા કરે, શાંતિ મળશે. મીન રાશિના જાતકો આ દિવસે કોઈને ઉધાર આપવાથી બચે, ક્રોધ ન કરે. ગ્રહણ દરમિયાન બિનજરૂરી બોલવાનું ટાળો, ભગવાનનું ધ્યાન, જાપ અને પોતાના ઈષ્ટદેવના મંત્રનો જાપ કરો.