બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ફિલ્મ 'રનવે 34'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા શુક્રવારે રીલિઝ થવા જઇ રહી છે. રકુલ પ્રીત સિંહની નવી તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. રકુલ પ્રીત સિંહને ફિલ્મ 'રનવે 34' માટે મોટી ફી મળી છે. નવી તસવીરોમાં રકુલ પ્રીત સિંહે લોગ થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રકુલ પ્રીત સિંહ ફિલ્મ 'રનવે 34'માં કો-પાઈલટની ભૂમિકામાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રકુલ પ્રીત સિંહને ફિલ્મ 'રનવે 34'માટે 3.5 કરોડ રૂપિયાની ફી મળી છે. All Photo Credit: Instagram