ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 વર્ષમાં 27 T20 મેચ રમાઈ છે

આ દરમિયાન માત્ર ત્રણ સદી લાગી છે, ત્રણેય સદી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ફટકારી છે

અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે ટી20 ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી.



ઓસ્ટ્રેલિયા સામે ભારતીય બેટ્સમેનોનો ટોપ T20 સ્કોર 90 રહ્યો છે

જે વિરાટ કોહલીએ 26 જાન્યુઆરી 2016ના રોજ એડિલેડમાં બનાવ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં જોશ ઈંગ્લિસે શાનદાર સદી ફટકારી હતી.

તેણે 50 બોલમાં 110 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગને કારણે તે એક ખાસ યાદીમાં સામેલ થયો.



ગ્લેન મેક્સવેલે પણ ટીમ ઈન્ડિયા સામે ટી20માં સદી ફટકારી હતી.
તેણે 27 ફેબ્રુઆરી 2019ના રોજ બેંગલુરુમાં 55 બોલમાં 113 રન બનાવ્યા હતા.


સૌથી પહેલા પૂર્વ ક્રિકેટર શેન વોટસને ભારત સામે ટી-20 સદી ફટકારી હતી. 31 જાન્યુઆરી 2016ના રોજ સિડની T20માં 71 બોલમાં 124 રનની ઇનિંગ રમી હતી.