એક સમયે સ્વિંગના કિંગ નામથી જાણીતો ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાનો મુખ્ય ફાસ્ટ બોલર હતો લાંબા સમયથી ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી ભારતીય ટીમ 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટી20 સીરિઝ રમશે આ સીરિઝ માટે પણ ભુવનેશ્વર કુમારને ભારતીય ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો હવે માનવામાં આવી રહ્યું છે કે, ભુવનેશ્વરની ટીમ ઈન્ડિયામાં વાપસી ઘણી મુશ્કેલ છે પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, મેનેજમેન્ટ તરફથી તેના પર વિચાર પણ નહીં કરવામાં આવે પરંતુ તેની પાસે હજુ પણ એક મોકો છે ભુવનેશ્વર તેનો અંતિમ ઈન્ટરનેશનલ મુકાબલો નવેમ્બર 2022માં રમ્યો હતો ભુવનેશ્વર ટેસ્ટમાં 63 અને વન ડેમાં 141 વિકેટ લીધી છે ભુવનેશ્વર કુમારને તેની ક્વોલિટી સ્વિંગ બોલિંગ માટે ઓળખવામાં આવે છે