ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન પેટ કમિંસ પરિણીત છે પેટ કમિંસની પત્નીનું નામ બેકી બોસ્ટન છે પેટ કમિંસે લાંબી રિલેશનશિપ બાદ વર્ષ 2020માં ખૂબ જ રોમેંટિક અંદાજમાં બેકીને પ્રપોઝ કર્યુ હતું કમિંસ તેને એક પિકનિક સ્પોટ પર લઈ ગયો અને ઘૂંટણ પર બેસીને બેકીનો લગ્ન માટે મનાવી હતી આ વાત બેકીએ ખુદ એક ઈન્ટરવ્યુમાં જણાવી હતી આ કપલ લાંબા સમયથી લગ્ન કરવા માંગતુ હતું પરંતુ કોરોનાના કારણે તેમાં વિલંબ થતો ગયો આ દરમિયાન ઓક્ટોબર 2021માં આ કપલ માતા-પિતા બન્યા પેટ કમિંસની પાર્ટનર બેકી બોસ્ટન, ઈંગ્લેન્ડની રહેવાસી છે અને વ્યવસાયે ઈન્ટીરિયર ડિઝાઇનર છે તે કમિંસથી આશરે અઢી વર્ષ મોટી છે, બેકી ઓનલાઇન સ્ટોર દ્વારા લક્ઝરી હોમ ફર્નિશિંગ ચીજો ઓનલાઈન વેચે છે બંનેએ 1 ઓગસ્ટ, 2022ના રોજ લગ્ન કર્યા હતા કમિંસ અને બેકીના પુત્રની ઉંમર 2 વર્ષ છે (તમામ તસવીર સૌજન્યઃ patcummins30 ઈન્સ્ટાગ્રામ)