ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઇ હતી વિરાટ કોહલી પાંચ નવેમ્બરના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે વિરાટ પર્સનલથી લઇને પ્રોફેશનલ લાઇફ સુધી ચર્ચામાં રહે છે અનુષ્કા સાથે તેની જોડી પણ ફેન્સને ખૂબ પસંદ આવે છે વિરાટ કોહલી અનુષ્કાને 2013માં એક શેમ્પૂ એડ શૂટ દરમિયાન મળ્યો હતો. પ્રથમ મુલાકાતમાં જ બંન્ને વચ્ચે સારી બોન્ડિંગ બની ગઇ હતી ત્યારથી બંન્નેએ એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી અનુષ્કા શર્મા અને વિરાટ અનેકવાર એકસાથે જોવા મળ્યા હતા જોકે બંન્નેએ ક્યારેય જાહેરમાં એકબીજાના સંબંધને સ્વીકાર્યો નહોતો વિરાટે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ દરમિયાન અનુષ્કાને સપોર્ટ પણ કર્યો હતો 2017માં બંન્નેએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા બંન્ને બે સંતાનોના પિતા છે જેમના નામ વામિકા અને અકાય છે