રણજી ટ્રોફીની બીજી સેમિ ફાઈનલ મુંબઈ અને તમિલાનાડુ વચ્ચે રમાઈ રહી છે મુંબઈના બીકેસીમાં શરદ પવાર ક્રિકેટ એકેડમીમાં આ મુકાબલો થઈ રહ્યો છે તમિલનાડુએ પ્રથમ ઈનિંગમાં 146 રન બનાવ્યા હતા મુંબઈની શરૂઆત પણ સારી રહી નહોતી બીજા દિવસે લંચ સમયે 7 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા ભારતીય ક્રિકેટ ટીમનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ શ્રેયસ ઐયર આ મેચથી મેદાનમાં પરત ફર્યો હતો જોકે ઈનિંગમાં તે ખાસ દેખાવ કરી શક્યો નહોતો શ્રેયસ 8 બોલમાં 3 રન બનાવી વારિયરની ઓવરમાં બોલ્ડ થયો હતો અજિંક્ય રહાણે પણ રણજી ટ્રોફીની સેમિ ફાઇનલમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ