ઇગ્લેન્ડ સામે રાંચી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો 5 વિકેટે વિજય થયો હતો

આ સાથે ભારતે પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં 3-1ની અજેય લીડ હાંસલ કરી લીધી છે.

ભારતીય ટીમે રમતના ચોથા દિવસે ટી- બ્રેક અગાઉ 192 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

મેચ જીતવા 192 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી ભારતીય ટીમના કેપ્ટને 55 રન ફટકાર્યા હતા.

ધ્રુવ જુરેલે મેચમાં શાનદાર દેખાવ કર્યો હતો. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યો હતો

ગિલે પ્રથમ ઈનિંગમાં 38 રન બનાવ્યા હતા. મેચની ચોથી ઈનિંગમાં ભારત 120 રનમાં 5 વિકેટ ગુમાવી ચુક્યું હતું ત્યાંથી તેણે અણનમ 52 રન બનાવ્યા હતા

જુરેલ સિવાય જયસ્વાલે પણ શાનદાર દેખાવ કર્યો હતો પ્રથમ ઈનિંગમાં 73 રન અને બીજી ઈનિંગમાં 37 રન બનાવ્યા હતા.

આર અશ્વિને મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં તેણે 51 રનમાં 5 વિકેટ લીધી હતી. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ હતી.

કુલદીપ યાદવને પ્રથમ ઈનિંગમાં વિકેટ મળી નહોતી પરંતુ તેણે બીજી ઈનિંગમાં 22 રનમાં 4 વિકેટ લીધી હતી.

કુલદીપે પ્રથમ ઈનિંગમાં 28 રન બનાવી ધ્રુવ જુરેલ સાથે 76 રનની પાર્ટનરશિપ કરી હતી.

Thanks for Reading. UP NEXT

આ ટેસ્ટ સિરીઝમાં લાગી સૌથી વધુ સિક્સ

View next story