ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. ઐતિહાસિક મેચના સાક્ષી બનવા વહેલી સવારથી અનેક દર્શકો સ્ટેડિયમ પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાના સમર્થકોથી સાબરમતી અને મોટેરા વિસ્તારમાં જ્યાં નજર પડે ત્યાં દુર દુર સુધી બ્લ્યુ રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. સ્ટેડિયમ આસપાસ ભારતીય ટીમની ટી શર્ટ પહેરેલા ક્રિકેટ ફેંસ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. સ્ટેડિયમ જતા માર્ગો પર ભારતીય ફેંસનું કિડિયારું ઉભરાયું હોય લાગ્યું હતું ભારતીય ફેંસે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા સ્ટેડિયમની બહારના દ્રશ્યને ઘણા ફેંસે કેમેરામાં કેદ કર્યુ હતું ઘણા ફેંસે તેમના ચહેરા પર તિરંગો ચિતરાવ્યો હતો સ્ટેડિયમ નજીક તિરંગો વેચતા લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઘણા લોકો ટુ વ્હીલર પર બેસીને પણ સ્ટેડિયમ પહોંચ્યા હતા