અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે રમાશે.

આ મેદાનની કેટલીક ખાસિયતો છે

અમદાવાદનું આ મેદાન વર્ષ 1982માં પૂર્ણ થયું હતું. જોકે, તે સમયે મેદાનમાં માત્ર 49 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હતી.

2015માં વડાપ્રધાન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તત્કાલિન પ્રમુખ નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમને ફરીથી બનાવવાનો નિર્ણય કર્યો હતો.



સ્ટેડિયમ વર્ષ 2020 માં પૂર્ણ થયું હતું. હવે આ સ્ટેડિયમમાં 132000 પ્રશંસકો મેચ જોઈ શકે છે, આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

આ મેદાનની વિશેષતાઓની વાત કરીએ તો આ સુંદર સ્ટેડિયમ અંદાજે 63 એકરમાં ફેલાયેલું છે, જેમાં 4 દરવાજા છે.

આ સિવાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ છે. સામાન્ય રીતે ક્રિકેટ સ્ટેડિયમમાં બે ડ્રેસિંગ રૂમ હોય છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે 6 ઇન્ડોર પિચ છે, જ્યારે 3 આઉટડોર પિચ બનાવવામાં આવી છે.

આ સ્ટેડિયમમાં ક્રિકેટ એકેડમી પણ છે.
આ મેદાન ઘણા મોટા રેકોર્ડનું સાક્ષી રહ્યું છે.


સુનીલ ગાવસ્કર ટેસ્ટ ઈતિહાસમાં 10 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન હતા. ફેબ્રુઆરી 1994 માં, કપિલ દેવે આ મેદાન પર સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો,
સચિન તેંડુલકરે વર્ષ 2013માં આ મેદાન પર 30 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા