IPL 2024 શુક્રવાર, 22 માર્ચથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. IPL વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે. આ લીગમાં ખેલાડીઓ માટે ઘણી મોંઘી બોલી લગાવવામાં આવે છે. ખેલાડીઓ ઉપરાંત લીગમાં મેચો દરમિયાન પ્રદર્શન કરનાર ચીયર લીડર્સને પણ મોટી રકમ મળે છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીયરલીડર્સને એક મેચ માટે લગભગ 12 થી 17 હજાર રૂપિયા મળે છે. ચેન્નાઈ, પંજાબ અને હૈદરાબાદની ટીમો એક મેચ માટે ચીયર લીડર્સને લગભગ 12,000 રૂપિયા ચૂકવે છે. આ સિવાય મુંબઈ અને બેંગલુરુ જેવી ટીમો ચીયર લીડર્સને મેચ દીઠ આશરે 20 હજાર રૂપિયા ચૂકવે છે. આ સિવાય કેટલીક ટીમો ચીયરલીડર્સને 24 હજાર રૂપિયા પણ ચૂકવે છે. પગાર ઉપરાંત તેમને રહેવા અને ભોજન જેવી વિવિધ સુવિધાઓ પણ મળે છે.