પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે આજે એક્ટર સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. આ પહેલા તેમના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા. જેના પર હવે લગ્નની મહોર લગાવી દેવામાં આવી છે. અગાઉ એવા અહેવાલ હતા કે શોએબ મલિકના પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્નેતર સંબંધ છે. જે વ્યક્તિ સાથે શોએબે બીજા લગ્ન કર્યા છે તેના પણ તલાક થયા છે. સના જાવેદે 2020માં ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા મહિનામાં બંનેના તલાક થઈ ગયા હતા સના જાવેદ પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી છે. 28 વર્ષની સના પાકિસ્તાનના ઘણા પ્રખ્યાત ટીવી શોમાં જોવા મળી તેણે 2012માં સીરિયલ શહર-એ-જાત દ્વારા ડેબ્યૂ કર્યુ હતું. બાદમાં તે અનેક ટીવી સીરિયલ્સમાં નજરે પડી ટેલીવિઝન સીરિઝ ખાનીમાં લીડ રોલ બાદ તેને ઓળખ મળી. જે માટે તેને લક્સ સ્ટાઈલ એવોર્ડ્સ માટે નોમિનેટ કરવામાં આવી હતી સના જાવેદની સામાજિક નાટક રુસવાઈ અને ડંક માટે પ્રશંસા થઈ હતી. ઉપરાંત તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુકી છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ