મહેન્દ્ર સિંહ ધોની તેના કાર કલેક્શન માટે પણ ખૂબ પ્રખ્યાત છે.
તેમના કાર કલેક્શનમાં ઘણી શાનદાર કાર સામેલ છે.
તેમના ગેરેજમાં ફેરારી, રોલ્સ રોયસ, હમર, ઓડી, લેન્ડ રોવર, નિસાન, જીપ, જીએમસી જેવી વિશ્વભરમાં લોકપ્રિય ગાડીઓ છે.
ધોની પાસે છેલ્લી પેઢીની Audi Q7 30 TDI Quattro છે જેનો રંગ કાળો છે. આ કારમાં 2,967 cc ડીઝલ એન્જિન છે જે લગભગ 242 hp પાવર અને 550 Nm ટોર્ક જનરેટ કરે છે.
ધોની પાસે 2009ની હમર H2 છે જે બ્લેક SUV છે. તે ઘણી વખત તેના હોમ ટાઉન રાંચીમાં H2 ચલાવતો જોવા મળ્યો છે.
મિત્સુબિશીએ તેના ભારતના મોડલ લાઇનઅપમાંથી પજેરો એસએફએક્સને બંધ કરી દીધું છે, પરંતુ એમએસ ધોની હજુ પણ આ કારની માલિકી ધરાવે છે.
Mahindra Scorpio દેશની સૌથી લોકપ્રિય SUV પૈકીની એક છે. ધોની પાસે સ્કોર્પિયોનું ઓપન ટોપ મોડિફાઇડ વર્ઝન છે.
એમએસ ધોની પાસે લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2 એસયુવી પણ છે.
ધોની ફેરારી 599 જીટીઓના માલિક પણ છે. આ સુપરકારના બોનેટ પર ભારતીય ત્રિરંગો દોરવામાં આવ્યો છે.
આ GMC પિકઅપ ટ્રક ભારતમાં માત્ર ધોની પાસે ઉપલબ્ધ છે. તેની કિંમત લગભગ 70 લાખ રૂપિયા છે.