ટી20 વર્લ્ડકપ જીત્યા પછી વિરાટ કોહલી, રોહિત શર્મા બાદ હવે ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી છે. રવિન્દ્ર જેડજાએ ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરી તેણે લખ્યું, આભારથી ભરેલા હૃદય સાથે, હું T20 ઇન્ટરનેશનલને અલવિદા કહું છું. ગર્વ સાથે દોડતા અડીખમ ઘોડાની જેમ, મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે ટી-20 વર્લ્ડ કપ જીતવું એક સપનું હતું. રવિન્દ્ર જાડેજાએ ભારતીય ક્રિકેટ ટીમ માટે 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે 21.45ની એવરેજ અને 127.16ની સ્ટ્રાઈક રેટથી 515 રન બનાવ્યા છે આ સિવાય તેણે T20માં 54 વિકેટ પણ લીધી છે. જાડેજાએ ટી20 વર્લ્ડકપ 2024ની છેલ્લી મેચ રમી હતી. આ મેચમાં જાડેજાએ બેટથી 2 રન બનાવ્યા હતા. બોલિંગમાં પણ તે 12 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો 6 T20 વર્લ્ડકપ રમવાનો સારો અનુભવ હોવા છતાં જાડેજા T20 વર્લ્ડકપમાં કોઈ કમાલ ન હતો કરી શક્યો.