T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર આયોજિત થવાનો છે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને મેચ રમાશે. આ વખતે ટીમમાં ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલનું પત્તું કપાઈ શકે છે. તે હજુ સુધી આઈપીએલમાં ખાસ દેખાવ કરી શક્યો નથી. પંજાબ કિંગ્સના જીતેશ શર્માને વર્લ્ડ કપ ટીમમાંથી બહાર રહેવું પડી શકે છે મુંબઈ ઈન્ડિયન્સના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પણ સ્થાન મળવાની ઓછી શક્યતા છે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને વર્લ્ડ કપ ટીમથી દૂર રહેવું પડી શકે છે. લકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરનું ખરાબ ફોર્મ સતત ચાલુ છે. તેને પણ સ્થાન મળવાની ઓછી શક્યતા છે.