ઘણી વખત આપણે સાપે દૂધ પીધું હોવાની ઘટના અંગે સાંભળીએ છીએ હિન્દુ ધર્મમાં સાપને દેવતાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ શું ખરેર સાપ દૂધ પીવે છે કે નહીં આજે અમે તમને આની પાછળનું સત્ય જણાવીશું મધ્યપ્રદેશના ઈન્દોર જૂના ક્યૂરેટર નિહાર પરુલેકરે આની જાણકારી આપી છે નિહાર પરુલેકરે જણાવ્યું કે, સાપને ભૂખ્યા-તરસ્યા રાખી શકાય છે ભૂખ્યા-તરસ્યા હોવાના કારણે સાપ દૂધ પીવે છે આ દૂધ સાપના ફેફસામાં જાય છે, જેના કારણે સાપને ન્યૂમોનિયા થઈ જાય છે આ કારણે સાપ વધારે દિવસો સુધી જીવીત રહી શકતો નથી આ જાણ્યા બાદ પણ લોકો સાપને દૂધ પીવરાવે છે