2024માં અક્ષય તૃતીયા 10 મે, શુક્રવારના રોજ મનાવાશે કહેવાય છે કે જો નવ દંપત્તિ આ દિવસે લગ્નના બંધનમાં બંધાય તો ખુબ શુભ ગણાય છે આવો જાણીએ આ દિવસે લગ્ન કરવાનું કેમ ખૂબ સારું માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને તેમના સૌથી ઉજ્જવળ ચરણમાં હોય છે અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં મા લક્ષ્મીનો દિવસ માનવામાં આવ્યો છે તેથી કહેવાય છે કે આ દિવસે લગ્નના બંધનમાં બંધાનારા લોકોને મા લક્ષ્મીથી સૌભાગ્ય અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે લોકોનું કહેવું છે કે આ દિવસે લગ્ન કરવાથી ક્યારેય કોઈ બાધા આવતી નથી અખા ત્રીજના દિવસે વણજોયું મુહૂર્ત હોય છે