શિવભક્તો દર વર્ષે મહાશિવરાત્રિની આતુરતાથી રાહ જોતા હોય છે આ વખતે મહાશિવરાત્રિનું પર્વ 8 માર્ચ, 2024ને શુક્રવારના દિવસે મનાવાશે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ધતૂરો ચઢાવવાની શરૂઆત થઈ હતી આ પાછળ એક પૌરાણિક કથા છે પુરાણ અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું તે સમયે અસુર અને દેવતાઓમાં સમુદ્રમાંથી નીકળેલી ચીજોની વહેંચણી કરવામાં આવી હતી સમુદ્ર મંથનમાંથી નીકળેલું ઝેર જ્યારે ભગવાન શિવે પીધું તો તેમનો કંઠ નીલો થઈ ગયો અને તેઓ વ્યાકુળ તથા અચેત થઈ ગયા જેને જોઈ તમામ દેવતા સંશયમાં પડી ગયા આ સમયે ભગવાન શિવને બચાવવા માટે દેવી-દેવતાએ ભગવાન શિવને ભાંગ, ધતૂરો, બિલી જેવી વૃક્ષોની જડીબુટ્ટીથી સતત જળ અભિષેક કર્યો તો ભોળાનાથના મસ્તિષ્કનું તાપમાન ધીમે ધીમે ઓછું થવા લાગ્યું અને તેઓ સ્વસ્થ થઈ ગયા ત્યારથી ભોળાનાથને ધતૂરો ચઢાવવાની પરંપરા ચાલી આવે છે