દેશભરમાં આવતીકાલે દિવાળીનું પર્વ મનાવવામાં આવશે દિવાળી પ્રકાશનું પર્વ છે. તેને સેલિબ્રેટ કરવા માટે લોકો દીવા, મીણબત્તી પ્રગટાવે છે અને ફટાકડા પણ ફોડે છે દિવાળી પર એક નાની ભૂલ તમને અને તમારા પરિવારજનોને મુશ્કેલીમાં નાંખી શકે છે હકીકતમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો એક મહત્વનો હિસ્સો બની ચુક્યો છે અને આપણે 24 કલાક તેને સાથે રાખીએ છીએ આ સ્થિતિમાં આવતીકાલે ફોટો અને વીડિયો બનાવતી વખતે ખૂબ સમજી વિચારીને તેનો ઉપયોગ કરો ઘણી વખત ફટાકડાથી નીકળતાં તીખારા દૂર દૂર સુધી ફેલાતી હોય છે. જેનાથી સ્માર્ટફોનની સ્ક્રીન અને બેટરી ખરાબ થઈ શકે છે ફોનમાં આગ લાગવાનો ખતરો પણ રહે છે નવી લાવવામાં આવેલી પ્રોડક્ટ્સ સમે દીવો ન રાખો, તેનાથી પણ આગ લાગવાનો ખતરો રહે છે ઘરની બારી અને દરવાજા પણ બંધ રાખો, જેથી તમારી સેફ્ટી રહે