11 નવેમ્બરે બપોરે 1.57 મિનિટી 12 નવેમ્બર 2.44 મિનિટ સુધી ચતુર્દશીની તિથિ રહેશે આ દિવસને છોટી દિવાળી કે કાળી ચૌદસ પણ કહે છે આ દિવસે હનુમાનજીની પૂજાનું માહાત્મ્ય છે એવું કહેવાય છે કે ચૌદસની રાત્રે પ્રેત આત્માઓ શક્તિશાળી થઈ જાય છે તેથી બુરી આત્માથી રક્ષા માટે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની પૂજાથી શક્તિ અને બળની પ્રાપ્તિ થાય છે હનુમાનજીની પૂજાનો સમય રાત્રે 11.38 મિનિટથી શરૂ થઈને 12.31 મિનિટ સુધીનો છે આ દિવસે દીપ દાન કરવાનું પણ મહત્વ છે દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસ કે નરક ચતુર્દશી આવે છે