માટીના ઘડાને લોકો દેશી ફ્રિઝ પણ કહે છે

ઘણા લોકો આજે પણ ઘડાનું ઠંડુ પાણી પીવાનું પસંદ કરે છે

શું તમે ઘડાના ખાસ ગુણ અંગે ક્યારેય વિચાર્યું છે

આખરે ઘડો પાણીને ઠંડુ કેવી રીતે કરે છે

માટીના ઘડાની દિવાલોમાં અગણિત નાના નાના સુક્ષ્મ કાણા હોય છે

જેમાં પાણી રિઝતું રહે છે, આ કારણે ઘડામાં સતત હંમેશા ભેજ રહે છે

જે કાણામાંથી નીકળતો રહે છે, તેનું બાષ્પીભવન થતું રહે છે

વરાળ બનીને ઉડવાની પ્રક્રિયાની કુલિંગ પ્રોસેસ કહે છે

હજારો વર્ષોથી આપણા દેશમાં ઘડાનો ઉપયોગ થઈ રહ્યો છે

આ ઉપરાંત તે આપણા દેશની કલા અને સંસ્કૃતિનો પણ હિસ્સો છે