સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતાં શો પંડ્યા સ્ટોરમાં રિશિતા પંડ્યાનું પાત્ર ખૂબ લોકપ્રિય છે.

રિશિતા પંડ્યાનું મૂળ નામ સિમરન બુધરૂપ છે.

સિમરન બુધરૂપનો જન્મ 3 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો.

તેના પિતાનું નામ હરમિન્દર બુધરૂપ અને માતાનું નામ રાજેશ બુધરૂપ છે.

તેમને ખુશી બુધરૂપ નામની એક નાની બહેન છે. સિમરનને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.

સિમરને તેની ટેલિવિઝન કારકિર્દીની શરૂઆત વર્ષ 2015 માં ટીવી સિરિયલ “પરવરિશ – સીઝન 2” થી કરી હતી જેમાં તેણે મીનુની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2018 માં, તેણીએ સ્ટાર પ્લસ ટીવી સીરીયલ નઝર માં અભિનય કર્યો, જેમાં તેણીએ સવી શર્માની ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2021માં સ્ટાર પ્લસના શો “પંડ્યા સ્ટોર”માં રિશિતા પંડ્યાની ભૂમિકા બાદ તે ઘર ઘરમાં જાણીતી થઈ.



ટિકટોક પ્રતિબંધ પહેલા, તે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોક પર ખૂબ જ લોકપ્રિય હતી. ટિકટોક પર સિમરનના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા.

તેણી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા ઘણી બ્રાન્ડ્સની જાહેરાત પણ કરે છે. (તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)