જલેબીને ભારતના લોકો ખાવાનું ખૂબ પસંદ કરે છે અમદાવાદમાં દશેરા પર ફાફડા-જલેબી ખાવાનું મહત્વ છે પરંતુ શું તમે તેની સાથે જોડાયેલો ઈતિહાસ જાણો છો આજે અમે તમને ભારતમાં જલેબી ક્યાંથી આવી તે અંગે જણાવીશું ભારતમાં જલેબીનો ઈતિહાસ લગભગ 500 વર્ષ પૌરાણિક છે જલેબી તુર્કી આક્રમણકારીઓની સાથે ભારત આવી હતી જલેબી શબ્દ અરબના જલાબિયા અથવા ફારસીને જલિબિયા શબ્દથી આવ્યો છે કિતાબ-અલ-તબીકમાં જલાબિયા નામની મીઠાઈનો ઉલ્લેખ છે જલેબી ભારત ઉપરાંત ઈરાનમાં પણ મળે છે અહીંયા તેને જુલાબિયા કે જુલુબિયા કહેવાય છે શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પણ જલેબી મળે છે