ભારત વિવિધતાનો દેશ છે અહીં તમને દરેક શહેરની અલગ-અલગ વિશેષતા જોવા મળશે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તમારા દેશમાં એક એવું શહેર છે જેને બ્રાસ સિટી કહેવાય છે? જો તમે તે શહેર વિશે જાણતા નથી તો આજે ચોક્કસ જાણી લો પિત્તળના શહેર તરીકે પ્રખ્યાત શહેરનું નામ મુરાદાબાદ છે. આ શહેર ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવે છે આ શહેરને એક સરકારી યોજના હેઠળ બ્રાસ સિટીનું નામ આપવામાં આવ્યું હતું. તેને આ નામ ઉત્તર પ્રદેશ સરકારની વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ સ્કીમ હેઠળ મળ્યું છે.