5 દિવસના દિવાળીના મહાપર્વમાં ચોથા દિવસે ગોવર્ધનની પૂજા-અર્ચના કરવામાં આવે છે

દર વર્ષે કારતક સુદ એકમના દિવસે ગોવર્ધન પૂજા કરવાનું માહાત્મ્ય છે

ગોવર્ધન પૂજાના દિવસે ઘરે ગોબરમાંથી ગોવર્ધન મહારાજની પ્રતિમા બનાવવામાં આવે છે

આ દિવસે ભગવાન કૃષ્ણએ દેવરાજ ઈન્દ્રનો ઘમંડ ચકનાચૂર કર્યો હોવાની માન્યતા છે

ભગવાન કૃષ્ણએ તેમની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકીને વ્રજવાસીઓની રક્ષા કરી હતી

ગોવર્ધન પૂજા 14 નવેમ્બરે કરવામાં આવશે

ગોવર્ધન પૂજનના દિવસે ભગવાન કૃષ્ણ માટે 56 ભોગ બનાવવામાં આવે છે

ઉપરાંત અન્નકૂટનો પણ ભોગ લગાવવામાં આવે છે

ગોવર્ધન પર્વત ઉત્તર પ્રદેશના વૃંદાવન સ્થિત છે

ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન કૃષ્ણને 56 કે 108 પ્રકારની વાનગીઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે.