પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવ ભક્તો આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલીક ચીજોના દાનથી સમગ્ર મહિનાની પૂજાનું ફળ મળતું હોવાની માન્યતા છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણમાં ચાંદીનું દાન કરવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે. શ્રાવણ મહિનામાં રૂદ્રાશના દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાપથી છુટકારો મળે છે. શ્રાવણમાં કાળા તલનું દાન શુભ મનાય છે. આમ કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. શ્રાવણમાં ગરીબ કે જરૂરિયાતમંદને કપડાનં દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે શ્રાવણમાં જરૂરિયાતમંદોને મીઠું દાન કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ઘી શિવની પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણમાં ઘીનું દાન કરવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવને ચોખાની ખીર અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.