વિશ્વમાં ખજૂરની અનેક જાત છે વિશ્વની સૌથી મોંઘી ખજૂર અજવા ખજૂર છે આ ખજૂરને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કેટલાક રિપોર્ટ મુજબ, તેનો ભાવ 3500 રૂપિયા કિલો છે જોકે કેટલાક રિપોર્ટ આ ખજૂરની કિંમત 13,999 રૂપિયા સુધી બતાવે છે આ ખજૂરનું ઉત્પાદન માત્ર સાઉદી અરબના મદીના શહેરમાં થાય છે આ શહેરના ખાસ જળવાયુના કારણે આ ખજૂર અહીં ઉગે છે આ ખજૂરનો પાક મુખ્ય રીતે ઉનાળામાં થાય છે અહીં ખજૂરની ખેતીનો સમય મે થી ઓક્ટોબર સુધી હોય છે એક ખજૂરનું વૃક્ષ સમગ્ર વર્ષમાં 22 કિલો ખજૂર આપે છે