અભિનેત્રી દીપશિખા નાગપાલ લોકપ્રિય અભિનેત્રી છે. અભિનેત્રીએ 1993માં ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને થોડા જ સમયમાં તે ફિલ્મોની સાથે સાથે ટીવી પર પણ લોકપ્રિય થઈ ગઈ. દીપશિખા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે. તે માત્ર 20 વર્ષની હતી ત્યારે તેના લગ્ન જીત ઉપેન્દ્ર સાથે થયા હતા. આ લગ્નથી તેને બે બાળકો પણ છે. પરંતુ તેમના લગ્ન સફળ ન થયા અને 10 વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા આ પછી તેણે 2012માં કેશવ અરોરા સાથે લગ્ન કર્યા. આ બંનેએ ફિલ્મ યે દૂરિયામાં કામ કર્યું હતું. દીપશિખાએ પણ આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કર્યું હતું. કેશવ સાથેના તેના લગ્ન પણ ટકી શક્યા નહીં અને 4 વર્ષમાં જ તેના છૂટાછેડા થઈ ગયા. તેણે શક્તિમાન, રામાયણ, શરારત, મધુબાલા-એક ઇશ્ક એક જુનૂન, સોનપરી, બિગ બોસ 8, રંજુ કી બેટિયાં, પલક કી છાઓ મેં જેવા ઘણા શો કર્યા છે. તેણે ગેન્સ્ટર, રાની હિન્દુસ્તાની, કોયલા, દિલ્લાલાગી, રિશ્તે, પાર્ટનર, વન ડે: જસ્ટિસ ડિલિવર્ડ જેવી ફિલ્મો પણ કરી છે.